Tuesday, December 31, 2019

ખાપટ ગામે ખુલ્લા ખેતરમાં ગુલાબી ઠંડી વચ્ચે સિંહબાળને માતાએ લાડ લડાવ્યા, દ્રશ્યો કેમેરામાં કેદ થયા

  • સિંહ પરિવારના ધામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

Divyabhaskar.com

Dec 26, 2019, 03:24 PM IST
ઉના: ઉનાના ખાપટ ગામે સિંહ પરિવારના આગમનથી ખેડૂતોની મુશ્કેલી ઓછી થઇ છે. કારણ એ છે કે અહીં નીલગાય અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો દિવસ-રાત ઉજાગરા કરી વાવેલા પાકને બચાવી રહ્યા છે. પરંતુ સિંહ પરિવારના ધામાથી નીલગાય અને જંગલી ભૂંડ જોવા મળી રહ્યા નથી. આથી ખડૂતોમાં ખુશીની લાગણી છે. ગત રાત્રે ખુ્લ્લા ખેતરમાં ગુલાબી ઠંડી વચ્ચે સિંહ પરિવારે આરામ ફરમાવ્યો હતો. તેમજ સિંહણે પોતાના સિંહબાળને લાડ લડાવતી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે. સિંહણના ગળામાં રેડીયો કોલર બેલ્ટ જોવા મળ્યો હતો.
(જયેશ ગોંધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/lion-family-came-in-khapat-village-of-una-126386308.html

No comments: