DivyaBhaskar News Network
Dec 14, 2019, 06:52 AM ISTઆ અંગેની વિગતો આપતાં દક્ષિણ ડુંગર રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં 3 શખ્સો સિંહના નખ વેચવા આવ્યાની બાતમી વનવિભાગના આરએફઓ જે. એસ. ભેડાને મળી હતી. આથી તેમણે સ્ટાફ સાથે ધસી જઇ ત્રણેય શખ્સોને શોધી કાઢ્યા હતા. તેઓ પાસેથી સિંહના હોય એવા દેખાતા નખ મળી આવતા તે કબ્જે કર્યા હતા. અને ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણેયને જ્યુડિશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કર્યા હતા. પકડાયેલા શખ્સોએ પોતાના નામો ન્યાલસિંહ સમીર ભોંસલે, કુલકર્ણી નિહાલસિંહ ભોંસલે અને ટીના ઇકબાલસિંહ ભોંસલે હોવાનું અને તેઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મુક્તિનગર હલખેડે તાલુકાના લાલગોટા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વનવિભાગે તેઓ પાસેથી મળી આવેલા નખ ક્યા પ્રાણીના છે એ સ્પષ્ટ કરવા એફએસએલમાં મોકલી આપ્યા છે. પકડાયેલા શખ્સોએ પુછપરછમાં એવું જણાવ્યું હતું કે, આ નખ તેઓ 500 રૂપિયામાં વેચવાના હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-three-jabbees-from-junagadh-selling-nails-that-look-like-lions-065204-6166975-NOR.html
No comments:
Post a Comment