Tuesday, December 31, 2019

ઊના તાલુકાના સોનારડી ગામે દીપડાએ બપોરના સમયે એક ખેતરમાં

DivyaBhaskar News Network

Dec 24, 2019, 06:50 AM IST

ઊના તાલુકાના સોનારડી ગામે દીપડાએ બપોરના સમયે એક ખેતરમાં નિદ્રાધીન થયેલા આધેડ પર હુમલો કરી તેના હાથમાં બટકું ભરી લેતા તેને સારવાર માટે ઊના સરકારી દવાખાને ખસેડાયા હતા. આ અંગે સીસીઅેફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, ઊના તાલુકાના સોનારડી ગામનો વિસ્તાર ગિર પૂર્વ વનવિભાગની જશાધાર રેન્જના જશાધારા રાઉન્ડની ધોકડવા રેવન્યુ બીટ હેઠળ આવે છે.

આ ગામે આજે મધરાત્રે 2:30 વાગ્યે સોનારડીના ખેડૂત નાનુભાઇ શાર્દુલભાઇ ગોહિલ (ઉ. 55) પોતાના ખેતરમાં નિદ્રાધીન થયા હતા. એ વખતે એક દીપડો આવી ચઢ્યો હતો. અને તેમના હાથ પર બટકું ભરી ખેંચી જવા પ્રયાસ કર્યો હતો. આથી નાનુભાઇ જાગી ગયા હતા. અને દેકારો કરતાં દીપડો નાસી ગયો હતો. નાનુભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઊનાના સરકારી દવાખાને ખસેડાયા હતા. બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે અને ઊના સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો. અને વિગતો જાણી સાંજે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepada-at-a-farm-in-the-sonaradi-village-of-una-taluka-at-lunch-time-065038-6245297-NOR.html

No comments: