Tuesday, December 31, 2019

શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં દોઢ કિલો માંસનો વધારો

DivyaBhaskar News Network

Dec 28, 2019, 06:45 AM IST
જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પશુ, પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં પક્ષીઓના પાંજરાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓ માટે સુકા ઘાસનો બેડ બનાવી અપાયો છે અને માંસાહારી પ્રાણીઓને ઠંડીથી બચવા માટે હિટર પણ મુકવામાં આવ્યા છે. તેમજ સરીસૃપ પ્રાણીઓ બલ્બ મુકવામાં આવ્યા છે જેથી કડકડતી ઠંડીથી પ્રાણી, પક્ષીઓને રક્ષીત કરી શકાય. સક્કરબાગ ઝૂના ડો. આર.એફ.કડીવાલના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં માંસાહારી પ્રાણી જેવા કે, સિંહ, વાઘ, દિપડા, ઝરખ, શિયાળ, જંગલી કુતરા, બિલાડી અને કેરાકલ સહિતના પ્રાણીઓના ખોરાકમાં એક થી દોઢ કિલોનો વધારો કરાયો છે.

સિંહને 7.5 કિલોને બદલે 9 કિલો માંસ અપાય

સક્કરબાગ ઝૂ દ્વારા શિયાળામાં માંસાહારી પ્રાણીઅોના ખોરાકમાં વધારો કરાય છે, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં સિંહને 7.5 કિલો માંસ અપાય છે જ્યારે હવે શિયાળામાં તેના ખોરાકમાં વધારો કરી 8.5 થી 9 કિલો માંસ આપવામાં આવે છે.

માંસનો રોજનો ખર્ચ રૂ.70 હજાર

જૂનાગઢ સક્કરબાગ ઝૂ દ્વારા શિયાળામાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વધારો કરાય છે. સામાન્ય રીતે ચોમાસા, ઉનાળામાં રોજનું 380 થી 400 કિલો માંસ મંગાવવામાં આવે છે પરંતુ શિયાળો આવતા જ 500 થી 550 કિલો માંસ મંગાવવામાં આવી રહ્યું છે આથી સક્કબાગ ઝૂને શિયાળામાં પ્રાણીઓના માંસ માટે 19 હજારથી રૂપિયાનો ખર્ચ વધુ કરવો પડે છે.

બચ્ચા માટે લાકડાના બોક્સ બનાવાયા

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં શિયાળાનેે લઇને સિંહ, બિલાડી સહિતના નાના બચ્ચાઓ માટે લાકડાના બોક્સ બનાવવામાં આવ્યા છે આથી નાના બચ્ચાઓ આ બોક્સમાં બેસી જતા હોય તેઓને ઠંડીથી રાહત મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-sakkarbagh-zoo-launches-one-and-a-half-kilograms-of-meat-at-the-start-of-winter-064549-6275294-NOR.html

No comments: