- ગીરગઢડાના બોડીદરની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો
Divyabhaskar.com
Dec 25, 2019, 10:14 AM IST
જૂનાગઢ: સાસણ
ગિર ખાતે લાયન હોસ્પિટલમાં રખાયેલા એક માનવભક્ષી દીપડાનું વૃદ્ધાવસ્થાને
લીધે મોત થયું હતું. આ દીપડાએ ગત જુલાઇ માસ દરમિયાન તાલાલાના જેપુર ગામે એક
માનવી પર હુમલો કર્યા બાદ પકડીને સાસણ રાખવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો
આપતાં સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, આજે એક 12 વર્ષની વયના
દીપડાનું સાસણની લાયન હોસ્પિટલ ખાતે મોત થયું હતું. મૃત્યુ પાછળ તેની
વૃદ્ધાવસ્થા કારણભૂત છે. આજે વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો. આ દીપડો
માનવભક્ષી હતો. અને તેણે ગત તા. 5 જુલાઇ 2019 નાં રોજ તાલાલાના જેપુર ગામે
એક વ્યક્તિ પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આથી તેને પકડી સાસણ લાયન
હોસ્પિટલ ખાતે આજીવન કેદમાં રખાયો હતો.
બોડીદરની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો
ગીરગઢડા તાલુકાના બોડીદર ગામની સીમમાં પાંજરૂ મુકવામાં આવ્યુ હતું. અને
રાત્રીના શિકારની લાલચે આવેલ ખૂંખાર દીપડો પાંજરે કેદ થઇ ગયો હતો. જેથી
ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/leopard-death-in-oldness-in-sasan-gir-lion-hospital-at-junagadh-126377434.html
No comments:
Post a Comment