DivyaBhaskar News Network
Dec 15, 2019, 06:46 AM ISTઆ અંગેની વિગતો આપતાં સીસીએફ ડિ. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, વિસાવદર તાલુકાન મોણવેલ ગામે ફૂલાવાડી વીડીમાંથી આજે એક સિંહનો મૃતદેહ વનવિભાગના કર્મચારીને જોવા મળતાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. આથી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃત સિંહની ઉમર આશરે 5 થી 9 વર્ષ હોવાનું માલુમ પડ્યું હતું. તેની પીઠ પર કાણાં પડી ગયા હતા અને કાન, નાક, મોઢા અને પૂંઠના ભાગે જીવાત પડી ગઇ હતી. અને મૃતદેહમાંથી ખુબજ દુર્ગંધ આવતી હતી. આથી તેનું મોત બે થી ત્રણ દિવસ પહેલાં થયાનું અનુમાન થઇ રહ્યું છે. આ વિસ્તાર ગિર પશ્ચિમ વનવિભાગની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડની મુંડીયા રાવણી બીટ હેઠળ આવતો હોવાનું અને સિંહના મોતનું કારણ જાણવા તેનો મૃતદેહ અન્યત્ર લઇ જવાની સ્થિતી ન હોવાથી સ્થળ પરજ પીએમ કરાયું હતું. આ મૃતદેહ લેન્ટેના નામની વનસ્પતિની ગીચ ઝાડીઓમાં હતો. એમ પણ વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું.
કોડીનારના સીમાસીમાંથી અને કેશોદના મઘરવાડામાંથી બે દીપડા પાંજરે પૂરાયા
કોડીનારના સીમાસી અને કેશોદના મઘરવાડામાંથી એક-એક દીપડાને વનતંત્રે પાંજરે પૂર્યા હતા. કોડીનાર પંથકનાં ડોળાસા ગામે ઘણા સમયથી દીપડા અને સાવજોએ ધામા નાંખ્યા છે. વધુ એક દીપડો સીમાસી ગામેથી પાંજરે પુરાતા ધરતીપુત્રોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ પંથકમાં 6 સાવજોએ પણ ધામા નાંખ્યા છે. કેશોદનાં મઘરવાડા ગામે થોડા દિવસો પહેલાં એક દીપડો પાંજેર કેદ થયો હતો. ત્યારે હજુ પણ દીપડા હોવાથી તા.પં.સદસ્ય માંડણભાઇ હેરભાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં મેણંદભાઇ કરશનભાઇ ડવની વાડીમાં પાંજરૂ મુકાતા આ દીપડો કેદ થઇ ગયો હતો. હજુ પણ ત્રણ દીપડા હોવાનું જાણવા મળે છે.

https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-a-lion39s-body-was-recovered-from-monwell-village-064633-6174838-NOR.html
No comments:
Post a Comment