Tuesday, December 31, 2019

ગીરના ધાવા ગામે 9 સાવજના ધામા, ખેડૂતની વાડીમાં નીલગાયનું મારણ કરી મીજબાની માણી

  • રાત્રે વીજ પુરવઠો અપાતો હોવાથી ખેડૂતોને રાત્રે જ ફરજીયાત પાણી વાળવા વાડી જવુ પડે છે

Divyabhaskar.com

Dec 16, 2019, 03:24 PM IST
ગીરસોમનાથ: તાલાલા ગીરના ધાવા ગામે ગત રાત્રે નવ સાવજોએ ધામા નાખ્યા છે. ઉકાભાઇ માધાભાઇ ગધેસીયાની વાડીમાં નીલગાયનું મારણ કરી સિંહ પરિવારે મિજબાની માણી હતી. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. સિંહના ધામાથી ખેડૂતોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં સાવજો બાધારૂપ બન્યા
આ વિસ્તારમાં ફરજીયાત રાત્રે જ વીજ પુરવઠો અપાતો હોવાથી ખેડૂતો રાત્રે પાણી વાળવા જતા હોય ત્યારે સાવજો બાધારૂપ બની રહ્યા છે. સાવજોને જંગલમાં પૂરતો ખોરાક ન મળતો હોવાથી જંગલના બોર્ડર પરના ગામોમાં આવી ચડે છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.
બગસરાના માવજીંજવા ગામે સિંહોએ ત્રણ પશુનું મારણ કર્યું
બગસરાના માવજીંજવા ગામે સિંહો ઘૂસી આવ્યા હતા અને ત્રણ પઉનું મારણ કર્યું હતું. માવજીંજવા ગામ નજીક જ મારણ કરતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સાત સિંહો હોવાનું અનુમાન છે. દીપડા બાદ સિંહોથી ખેડૂતો પરેશાન બન્યા છે.
(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/9-lion-came-in-dhava-village-of-talala-and-hunt-neel-cow-126305127.html

No comments: