Tuesday, December 31, 2019

ખાંભામાં મધરાતે શિક્ષક દંપતીની પાછળ દીપડાએ દોટ મૂકી: પડકારતા ભાગી ગયો

DivyaBhaskar News Network

Dec 28, 2019, 06:45 AM IST
બગસરા, ધારી અને ખાંભા પંથકમાં દિપડાનો ભારે ત્રાસ છે. હવે ખાંભાના રહેણાંક વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે. અહિંની આનંદ સોસાયટીમાં બે દીપડા અવાર નવાર આવી રહ્યા છે. અહિંના ખુલ્લા પ્લોટની કાંટમાંથી રાત્રે દીપડાએ શિક્ષક દંપતિ પાછળ દોટ મુકી હતી. જો કે સદનશીબે પડકારતા દીપડો નાસી ગયો હતો પરંતુ લોકોમાં ફફડાટ છે. જાણ કરવા છતાં વન અધિકારીઓ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

ખાંભાના આનંદ સોસાયટી-2 વિસ્તારમાં પાછલા કેટલાક વિસ્તારથી અવાર નવાર દીપડો દેખાઇ રહ્યો છે. અહિં જલારામ મંદિર નજીક એક ખુલ્લા પ્લોટમાં ચોમાસામાં ભારે ઝાડી-ઝાખરા ઉગી નિકળ્યા છે. એક દીપડો નવાર નવાર આ ઝાડી-ઝાખરામાં આવી જાય છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કુતરા રહેતા હોય દીપડો આ કુતરાઓનો શિકાર કરે છે.

ગઇકાલે રાત્રીના સમય દરમિયાન અહિંના શિક્ષક દંપતી વંદનાબેન ભરતભાઇ અને તેમના પતિ ભરતભાઇ રાત્રીના સમયે ઘર બહાર નિકળ્યા તે સમયે જ દીપડાએ તેમની પાછળ દોટ મુકી હતી. જો કે હાંકલા પડકારા કરી તેઓ ઘરમાં ચાલ્યા જતા દીપડો નાસી ગયો હતો. આ રીતે સોસાયટી વિસ્તારમાં દીપડો ઘુસી આવતો હોય લોકો પર જીવનું જોખમ ઉભુ થયુ છે. બગસરા પંથક જેવી કોઇ જીવલેણ દુર્ઘટના સર્જાય તે પહેલા વનતંત્રએ દીપડાને પાંજરે પુરવાની જરૂર છે.

માંસાહારી પ્રાણીઓના ખોરાક માટે શિયાળામાં 19 હજારથી વધુનો ખર્ચ

જૂનાગઢ સક્કરબાગ સંગ્રહાલયમાં દર વર્ષે શિયાળામાં પ્રાણી, પક્ષીઓ માટે હિટર, ઘાસ સહિતની સુવિધાઓ કરવામાં આવે છે. જેથી કરીને પ્રાણી, પક્ષીઓને ઠંડીથી રાહત મળી શકે છે. ત્યારે આ વર્ષે પણ હિટર, ઘાસ અને બલ્બની સુવિધા કરવામાં આવી છે. સાથોસાથ શિયાળાને લઇને માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં એક થી દોઢ કિલો વધારો કરાયો છે. જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પશુ, પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં પક્ષીઓના પાંજરાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે તેમજ તેમની રહેણાંક જગ્યામાં સુકા ઘાસની પથારી બનાવવામાં આવી છે. તૃણાહારી પ્રાણીઓ માટે સુકા ઘાસનો બેડ બનાવી આપવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-midnight-teacher-leaves-behind-a-couple-in-the-saddle-escapes-the-challenge-064512-6275280-NOR.html

No comments: