Tuesday, December 31, 2019

જામવાળાની જાવંત્રી બે બીટમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં વન

DivyaBhaskar News Network

Dec 23, 2019, 06:40 AM IST

જામવાળાની જાવંત્રી બે બીટમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે મૃતદેહનો કબજો લઇ પીએમ માટે મોકલ્યો છે. જોકે મોતનું કારણ પીએમ રીપોર્ટ આવ્યાં બાદ જ જાણી શકાશે. હાલમાં વન વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઊના નજીકનાં જામવાળા ગીર જાવંત્રી બીટ -2 માં આવતાં વાડલા રેવન્યું આલા ટીબા વિસ્તારમાં પથ્થરનાં કોતરમાં દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની કોઇએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ રવિવારે સ્થળ પર પહોંચી હતી. બાદમાં આ મૃતદેહનો કબજો લીધો હતો. જેમને પીએમ માટે મોકલાયો હતો. પરંતુ આ દીપડાનો મોત કયાં કારણથી થયું તે જાણી શકાયું નથી. પીએમ રીપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે. પ્રાથમિક દ્રષ્ટીએ 8 થી 10 દિવસ પહેલા આ દીપડાનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે તેના મોતનું સાચું કારણ પછી જ સામે આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deep-beetles-were-found-in-two-jaws-of-jamwala-forest-064033-6237645-NOR.html

No comments: