Tuesday, December 31, 2019

વિશ્વમાં એકમાત્ર એશિયાઇ સિંહનું સૌથી મોટુ બ્રિડીંગ સેન્ટર સક્કરબાગ ઝૂ, દર વર્ષે 7થી વધુ સિંહો જન્મે છે

  • સક્કરબાગ ઝૂ કોડીનેટીંગ ઝૂ તરીકે ઓળખાય છે, અહીંથી જન્મ લેતા સિંહો દેશભરમાં ગર્જના કરે છે
  • સાથોસાથ ઘુડખર, વરૂ, ગીંધ, શીંકારા, સોશીંગાના સૌથી મોટા બ્રિડીંગ સેન્ટર પણ આવેલા છે

Divyabhaskar.com

Dec 16, 2019, 10:13 AM IST
જૂનાગઢ: જૂનાગઢમાં આવેલ સક્કબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઇ હતી. સક્કરબાગ ઝૂ એશિયાઇ સિંહ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ એશિયાઇ સિંહોને જોવા સક્કરબાગની મુલાકાત લેતા હોય છે અને એશિયાઇ સિંહો માટે વિશ્વમાં એક માત્ર મોટુ બ્રિડીંગ સેન્ટર સક્કરબાગ ઝૂમાં છે. અહીંથી દર વર્ષે 7થી વધુ સિંહો જન્મે છે અને આ સિંહો દેશભરમાં ગર્જના કરે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં એશિયાઇ સિંહોની સાથે સાથે દીપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ સૌથી વધારે સિંહોની ઉત્પતી થતી હોય તેવું વિશ્વનું એક માત્ર ઝૂ સક્કરબાગ છે. જેને કોડીનેટીંગ ઝૂ તરીકે ઓળખાય છે. વર્ષો જુના સક્કરબાગમાં વર્ષોથી સિંહો માટે વિશાળ બ્રિડીંગ સેન્ટર આવેલ છે. અહીંથી જન્મ લેતા સિંહો દેશભરમાં ગર્જના કરે છે. સક્કરબાગ ઝૂ દર વર્ષે 7થી વધુ સિંહો જન્મે છે અને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને સિંહો આપવામાં આવે છે.
સક્કરબાગ હેઠળ ચાર નાના બ્રિડીંગ સેન્ટર
  • નેહરૂ ઝૂ લોજીકલ પાર્ક, હેદ્વાબાદ
  • વન વિહાલ પ્રાણી સંગ્રહાલય, ભોપાલ
  • નેશનલ ઝૂ લોજીકલ પાર્ક, દિલ્હી
  • પ્રાણીઉદ્યાન, રાજકોટ
સક્કરબાગનાં સિંહો અન્ય ઝૂમાં ગર્જના કરે છે
સક્કરબાગ ઝૂ માં વિશ્વનું સૌથી મોટુ બ્રિડીંગ સેન્ટર છે. સિંહોને દેશનાં વિવિધ ઝૂમાં મોકલવામાં આવે છે. આ વર્ષેદેશનાં 13 ઝુંને 30 સિંહ આપવામાં આવી રહ્યાં છે.
સિંહણના ગર્ભકાળનો સમય 100 થી 105 દિવસ
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના ડો.આર.એફ. કડીવાલે જણાવ્યા પ્રમાણે સિંહણના ગર્ભકાળનો સમય 100 થી 105 દિવસ હોય છે. સિંહણ સરેરાશ 2 થી 3 બચ્ચાને જન્મ આપે છે. એક વર્ષ માટે બચ્ચાને તેની માતા સાથે રાખવું પડે છે. ત્યારબાદ જ તેને અલગ રાખવામાં આવે છે.
સક્કરબાગ ઝૂમાં અત્યારે 35 સિંહ
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં અત્યારે બ્રિડીંગ માટે 30 થી 35 સિંહ રાખવામાં આવ્યા છે. દર વર્ષે 5 થી 7 સિંહો પેદા થાય છે અને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેમાંથી અન્ય ઝૂને સિંહ આપવામાં આવે છે. અભિષેક કુમાર, ઝૂ. ડાયરેકટર

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/sakkarbagh-zoo-the-only-asian-lions-largest-breeding-center-in-the-world-126304334.html

No comments: