Saturday, December 25, 2010

ગિરનાર સ્પર્ધા માટે છેલ્લા દિવસે હજાર ફોર્મ ભરાયા.


જૂનાગઢ, તા.૨
જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આગામી માસમાં યોજાનાર રાજ્ય કક્ષાની ર૭મી ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સ્પર્ધકોનો ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસે ૧૦૦૦થી વધુ સ્પર્ધકોએ પોતાનું નામ નોંધાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

  • ર જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્યકક્ષાની
  • કુલ ૧૭૦૦ ફોર્મ ભરાયા : તંત્ર દ્વારા તૈયારીઓ : સ્પર્ધકો દ્વારા પ્રેકટિસ
ર જાન્યુઆરીના રોજ જૂનાગઢના ગરવા ગિરનાર ખાતે યોજાનાર ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગઈ કાલ સુધીમાં ૭૦૦ સ્પર્ધકોએ પોતાના નામની નોંધણી કરાવ્યા બાદ આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસેચે ૧૦૦૦ થી વધુ સ્પર્ધકોએ ફોર્મ ભર્યા હતાં.  આ સ્પર્ધામાં જૂનાગઢ ઉપરાંત અમરેલી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ સહિત અનેક જિલ્લામાંથી સ્પર્ધકો જોડાતા હોવાનું જિલ્લા રમત-ગમત અધિકારી નયન થોરાટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૪૯પ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે ફોર્મ કાસણી બાદ આ વર્ષે પણ ગત વર્ષની જેટલા જ સ્પર્ધકો નોંધાશે. તેવી શક્યતા રમત-ગમત વિભાગના સુત્રોએ વ્યકત કરી છે.
જૂનિયર અને સીનીયર તેમજ ભાઈઓ અને બહેનો એમ ર વિભાગમાં યોજાતી આ સ્પર્ધા આડે હવે એકાદ અઠવાડીયા જેટલો સમય બાકી રહ્યો છે.
ત્યારે સ્પર્ધકો રોજ સવારે શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિની ગોદમાં પહોંચિ જઈ યોગ્ય સમયમાં ગિરનાર સર કરવાની પ્રેકટીસ કરી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા સ્પર્ધાની તૈયારી લુ કરી દેવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249406

No comments: