Tuesday, December 31, 2019

આગેવાને ફોરેસ્ટ કંટ્રોલને ફરિયાદ લખાવી

DivyaBhaskar News Network

Dec 22, 2019, 06:46 AM IST
જૂનાગઢનાં અનેક તાલુકા, ગામડાઓમાં દીપડાની દહેશત જોવા મળે છે. જયારે દીપડાને પકડવા આરએફઓને કરેલા ફોનમાં ચળભળ થઇ હોવાની ફોરેસ્ટ કંટ્રોલને ફરિયાદ લખાવી છે.ભેંસાણ તાલુકાના કરીયા ગામે દીપડાની રંજાડ અંગે આગેવાને અધિકારી સાથે વાત કર્યા બાદ ફોરેસ્ટ કંટ્રોલમાં ફોન કરી જો દીપડાની રજૂઆત કરી હતી. આ અંગેનો ઓડિયો વાયરલ થયો હતો. ભેંસાણ તાલુકાના કરીયા ગામે દીપડાની રંજાડ અંગે ગામના આગેવાન ચંદ્રેશ ધડુકને આરએફઓ સાથે ફોન પર શાબ્દિક દલીલ થઇ હતી. બાદમાં તેમણે વનવિભાગના કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ લખાવી હતી. અને દીપડો કોઇ પર હુમલો કરે તો વનવિભાગના અધિકારી જવાબદાર રહેશે એવી ચિમકી આપી હતી. આ સમગ્ર બનાવનું ફોન રેકોર્ડીંગ અાજે વાયરલ થયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-leader-wrote-a-complaint-to-forest-control-064651-6229916-NOR.html

No comments:

Post a Comment