Tuesday, December 31, 2019

ચોમાસાએ સર્જ્યું વિન્ટર ટુરિઝમ: અાલ્રીદ્રાના વૃંદાવન આશ્રમનો ટુરિસ્ટ સ્પોટ જેવો નજારો

DivyaBhaskar News Network

Dec 16, 2019, 06:45 AM IST
સોરઠભરમાં ચોમાસાએ હજી વિદાય નથી લીધી. વરસાદનો દોર પણ લાંબો ચાલ્યો. ખેડૂતોને ખુબ નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. તો સિક્કાની બીજી બાજુ પણ છે. બધેજ નદી-નાળાં પાણીની છલોછલ છે. આને લીધે મોટા શહેરોથી નજીક ગમે એ ગામમાં જાવ. કુદરતી નજારો પિકનિક મનાવવા લાયકજ જોવા મળે. જૂનાગઢથી મેંદરડા વાયા ઇવનગર રોડ પર આલીદ્રા ગામે વૃંદાવન આશ્રમ આવેલો છે. મધુવંતી નદીના કાંઠે આવેલા આશ્રમની પાળીએ બેસતાં વહેતા પાણીનું મનોહર દૃશ્ય નજરે ચઢે છે. જૂનાગઢવાસીઓ માટે રવિવારે પરિવાર સાથે અહીં પિકનિકનો આનંદ માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-monsoon-creates-winter-tourism-alridra39s-vrindavan-monastery-looks-like-a-tourist-spot-064532-6182286-NOR.html

No comments:

Post a Comment