Tuesday, December 31, 2019

જૂનાગઢના સક્કરબાગમાં વર્ષે 7થી વધુ સિંહની સંખ્યા વધે છે

DivyaBhaskar News Network

Dec 16, 2019, 06:46 AM IST
જૂનાગઢમાં આવેલ સક્કબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઇ હતી. સક્કરબાગ ઝૂ એશિયાઇ સિંહ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ એશિયાઇ સિંહોને જોવા સક્કરબાગની મુલાકાત લેતા હોય છે અને એશિયાઇ સિંહો માટે વિશ્વમાં એક માત્ર મોટુ બ્રિડીંગ સેન્ટર સક્કરબાગ ઝૂમાં છે. અહીંથી દર વર્ષે 7થી વધુ સિંહો પેદા થાય છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં એશિયાઇ સિંહોની સાથે સાથે દિપડા, વાઘ, તૃણભક્ષી, સરીસૃપ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ સૌથી વધારે સિંહોની ઉત્પતી થતી હોય તેવું વિશ્વનું એક માત્ર ઝૂ સક્કરબાગ છે. જેને કોડીનેટીંગ ઝૂ તરીકે ઓળખાય છે. વર્ષો જુના સક્કરબાગમાં વર્ષોથી સિંહો માટે વિશાળ બ્રિડીંગ સેન્ટર આવેલ છે. અહીંથી પેદા થતા સિંહો દેશભરમાં ગર્જના કરે છે.

સિંહણના ગર્ભકાળનો સમય 100 થી 105 દિવસ

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર અભિષેક કુમારના જણાવ્યા પ્રમાણે સિંહણના ગર્ભકાળનો સમય 100 થી 105 દિવસ હોય છે. સિંહણ સરેરાશ 2 થી 3 બચ્ચાને જન્મ આપે છે. એક વર્ષ માટે બચ્ચાને તેની માતા સાથે રાખવું પડે છે. ત્યારબાદ જ તેને અલગ રાખવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-sukkarbagh-junagadh-the-number-of-lions-increases-by-more-than-7-a-year-064654-6182254-NOR.html

No comments:

Post a Comment