DivyaBhaskar News NetworkDec 20, 2019, 06:46 AM IST ગિરનાર પર્વત પરના 7,500 પગથિયા પર આવેલ કમંડળ કુંડની જગ્યામાં બનાવેલા પાણીની ટાંકા તોડી પાડવા વન વિભાગે આપેલી નોટીસથી રોષ વ્યાપ્યો છે. આ અંગે કમંડળ કુંડની જગ્યાના મહંત મુકતાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કમંડળ કુંડ ખાતે પાણીના ટાંકા બનાવ્યા છે. 60 બાય 40 ની સાઇઝના ટાંકામાં 50,000 લીટર પાણી સંગ્રહ કરી શકાય છે. દોઢ વર્ષની કામગીરી બાદ 2 કરોડના ખર્ચે આ ટાંકા તૈયાર થયા છે. હવે વન વિભાગે આ ટાંકા તોડી પાડવા નોટીસ આપી કિન્નાખોરી દાખવી છે. વન વિભાગ પ્રવાસીઓને પીવાનું પાણીતો પુરૂં પાડી શકતું નથી. અમે બનાવેલા વરસાદી પાણી સંગ્રહના ટાંકા તોડી પાડવા નોટીસ મોકલી પોતાની માનસિકતા છત્તી કરી રહ્યું છે. ગિરનાર પર્વતના 7,500 પગથિયા પર આવેલી કમંડળ કુંડની જગ્યામાં ચોવીસ કલાક અન્નક્ષેત્ર ધમધમે છે. જ્યાં 50 રૂપિયા દેતા પણ પાણી મળવું મુશ્કેલ છે ત્યાં સંસ્થા ફ્રિમાં પાણી આપે છે. કોઇ કોમર્શિયલ ઉપયોગ નથી માત્ર સેવાના ભાવે પાણીના ટાંકાનું બાંધ કામ થયું છે તેમ છત્તાં મંજૂરી વિનાના બાંધકામનું બહાનું આગળ ધરી વન વિભાગ આ ટાંકા તોડી પાડવા તલપાપડ થઇ રહ્યું છે. ત્યારે ટાંકા તોડી પાડવાના બદલે વન વિભાગ પોતાના હસ્તગત કરીને પણ પાણી વિતરણ કરી શકે છે પરંતુ વન વિભાગની દાનત ખોરા ટોપરા જેવી હોય તેઓ ટાંકા તોડી પાડવા મક્કમ બન્યા છે તેની સામે રોષ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-kundal-kund-of-the-7500-sidewalks-on-mount-girnar-064623-6213832-NOR.html
No comments:
Post a Comment