Tuesday, December 31, 2019

વન વિભાગના ક્લાર્કને ખુંટીયાએ હડફેટે લેતાં 3 કલાકે ભાન આવ્યું

DivyaBhaskar News Network

Dec 17, 2019, 06:51 AM IST
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર વન વિભાગના ક્લાર્ક બાઇક લઇને જતા હતા તે દરમિયાન અચાનક જ દોડીને આવતા ખુંટીયાએ બાઇકને માથુ મારતા ક્લાર્ક નીચે પટકાયા હતા અને બેભાન થઇ જતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા 3 કલાક બાદ ભાન આવ્યું હતું. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં રહેતા અને વન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આરીફભાઇ ગુલમહમદ સમા સોમવારે બપોરના સમયે પોતાનું બાઇક લઇ ઝાંઝરડા પુલથી ઝાંસીની રાણીના પુતળા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન અલ્ફાપુર સોસાયટી નજીક અચાનક જ ખુંટીયો દોડતો આવ્યો અને બાઇકમાં માથુ મારતા આરીફભાઇ નીચે પટકાતા બેભાન થઇ ગયા હતા. આથી તાત્કાલીક 108 મારફતે સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર બાદ 3 કલાકે આરીફભાઇને ભાન આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરભરમાં રખડતા ખુંટીયાનો ત્રાસ વધી રહ્યો છે. અલ્કાપુરી સોસાયટીમાં અગાઉ પણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-forest-department-clerk-realized-that-khuntia-had-taken-the-strike-for-3-hours-065127-6189788-NOR.html

No comments:

Post a Comment