Source: Devsi Barad | Last Updated 11:02 AM [IST](25/12/2010અત્યાર સુધી ક્રિસમસની રજાના હોટ ફેવરિટ સ્થળ તરીકે પ્રવાસીઓનો ધસારો માત્ર ગોવા, હિમાચલ, દિલ્હી કે મુંબઈ તરફી જ રહ્યો છે, પરંતુ અમિતાભ બચ્ચનની ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ્ ફિલ્મની જાદુઈ અસર હવે જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે આઉટ સ્ટેટમાંથી અસંખ્ય પ્રવાસીઓ ક્રિસમસની રજામાં એશિયાટિક લાયનના ઘર ગીરમાં આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી અને દક્ષિણ ભારતમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ભારે ધસારાને કારણે ગીરમાં આવેલી મોટા ભાગની હોટેલ ૨૫ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધી બુક થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત ટુરઝિમના આ એડ્ કેમ્પેઇનને કારણે ક્રિસમસમાં ૨૫થી ૩૦ ટકાનો વધારાનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
આ વખતે ક્રિસમસ વીક એન્ડમાં ગીર તરફ આવતા પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. દિવાળીના વેકેશનમાં ગીરમાં ગુજરાતના જુદા જુદા ભાગમાંથી પ્રવાસીઓનો સારો ધસારો રહ્યો હતો, જો કે ક્રિસમસ અને નવા વર્ષના વેકેશનમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ, દિલ્હી, કેરળ વગેરેના પ્રવાસીઓનું પ્રમાણ પણ વધારે રહ્યું છે.
વિવિધ હોટેલનાં સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અન્ય રાજ્યના પ્રવાસીઓનું પ્રમાણ વધારે છે, જેઓ ક્રિસમસની ઉજવણી ગીરમાં સિંહની ત્રાડ સાંભળીને કરવાના છે. પૂનાના પ્રવાસી શ્રીધર શ્રીનિવાસે ગીરની મુલાકાત અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘ટીવી ઉપર ગીરની ખ્યાતિ જોઈ હંુ મારા પરિવાર સાથે ગીર આવ્યો છું. અમારા પરિવારની ક્રિસમસની ઉજવણી અને િંસહદર્શન બંને થઈ ગયાં છે. સિંહજોઈને અમે એકદમ રોમાંચિત થઈ ગયા હતા.’ અન્ય રાજ્યના પ્રવાસી ગુજરાતની મહેમાનગતિથી ખૂબ પ્રભાવિત છે. તેઓ કહે છે કે અહીં અન્ય રાજ્ય જેવી તકલીફ નથી, હોટેલો સાથે ગાઇડ અને ફોરેસ્ટ વિભાગનો પૂરતો સહકાર મળે છે.
ગીર હોટેલ એસોસિયેશનના ઉપપ્રમુખ હમીરભાઈ બારડ કહે છે કે, ‘ ચાલુ વર્ષે અમિતાભના કારણે ક્રિસમસમાં ૨૫થી ૩૦ ટકા વધારે પ્રવાસીઓ આવ્યા છે. ક્રિસમસનની રજાઓમાં દેશનાં અન્ય પર્યટક સ્થળોએ જતા પ્રવાસીઓનો ધસારો આ વર્ષે અહીં સારો જોવા મળ્યો છે. હોટેલ અનિલ ફાર્મના શમસુભાઈ કહે છે, ‘ અમારી હોટેલમાં મહારાષ્ટ્ર અને બંગાળના પ્રવાસીઓની સંખ્યા હાલ વધારે છે.’
અન્ય રાજ્યોના પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકોમાં પણ વધારો: ડીસીએફ સંદીપકુમાર‘અમિતાભ બચ્ચનના એડ્ કેમ્પેઇનને કારણે ગીરમાં હાલ પ્રવાસીઓનો ભારે ધસારો જાવો મળી રહ્યો છે. અહીં રાજ્યના પ્રવાસીઓનો ટ્રાફિક તો હતો, પરંતુ એડ કેમ્પેઇનને કારણે હવે ક્રિસમસની રજાઓમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા તથા તામિલનાડુ, કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્રના પ્રવાસીઓ પણ ગીરના પ્રવાસ માટે આકષૉયા છે, તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે.’
સંદીપકુમાર, ડીસીએફ - ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-724864-1689170.html?HT1=
No comments:
Post a Comment