Tuesday, December 31, 2019

પક્ષીઅોને બચાવવા જંતુનાશક વિનાના વૃક્ષોનું વાવેતર થશે

DivyaBhaskar News Network

Dec 26, 2019, 06:45 AM IST
દવાવાળા બીજથી ઉગેલા વૃક્ષોના ફળ ખાવાથી પક્ષીઓ મોતને ભેટતા હોય, પક્ષીઓને બચાવવા જૂનાગઢમાં પેસ્ટ્રીસાઇઝ વિનાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ અંગે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, તમીલનાડુ, ગુજરાત, રાજસ્થાન, યુપી, બિહાર, પશ્વિમ બંગાળ અને આસામ રાજ્યની 361 લાયન્સ ક્લબ અને નેપાળ લાયન્સ ક્લબના સહકાર સાથે પર્યાવરણ બચાવો અંગે જન જાગૃતિ માટે સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. 3,165 કિ.મી.ની આ સાયકલ યાત્રામાં 11 થી વધુ લોકો જોડાયા હતા અને વિવિધ રાજ્યમાં ફરી પાણી બચાવો, ભારત બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, પર્યાવરણ બચાવોનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.

આ પ્રોજેક્ટના ટુરડી લાયન્સના કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી અમિતભાઇ શાહના શીરે આવી હતી. આ જાગૃતિ અભિયાન દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝેરી બીજ ધરાવતા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેમના ફળ ખાવાથી પક્ષીઓ મોતને ભેટે છે. કાગડા, કોયલ, ચકલી જેવા અનેક પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. ત્યારે જે બીજમાં દવાનો ઉપયોગ ન થતો હોય તેવા ઉમરો, આમલી, વડ વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે કે જેથી પક્ષીઓ આ વૃક્ષોના ફળ ખાય શકે અને જીવંત રહી શકે.

લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદેશ અર્થે સાયકલ યાત્રા નિકળી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-trees-without-pesticides-will-be-planted-to-protect-the-birds-064542-6261254-NOR.html

No comments:

Post a Comment