Tuesday, December 31, 2019

માનવભક્ષી દીપડાને પકડી પાર્ક બનાવી પૂરી દેવા કોંગ્રેસી ધારાસભ્યોની માંગ

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:42 AM IST
રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના અાતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે દીપડાના ત્રાસને દૂર કરવા તમામ દીપડાને પકડી, પાર્ક બનાવી તેમાં પુરી દેવા માંગ કરાઇ છે. આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા તેમજ રમેશભાઇ વાજા, જયદિપભાઇ શિલુ, કાર્તિક ઠાકર, તેજસ વઘાસીયા વગેરેએ કેન્દ્રીય વન મંત્રાલયને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, રેવન્યુ વિસ્તારમાં ઘુંસી આવેલા માનવભક્ષી દીપડાએ અત્યાર સુધીમાં 17 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જ્યારે 67 લોકોને ઘાયલ કર્યા છે. દીપડાથી સરકાર, લોકો કે વનતંત્રને કોઇ ફાયદો થતો નથી. દીપડો માણસને મારે છે, સિંહના બચ્ચાને મારે છે તેમજ રાષ્ટ્રીય પક્ષી મોરને પણ ઝાડ પરથી પકડીને ફાડી ખાય છે. દીપડાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર પણ અલીપ્ત થઇ જશે. ખેડૂતોના ઉભા પાકને રોઝ અને ભુંડ દ્વારા કચ્ચર ઘાણ કરી નાખવામાં આવે છે. ત્યારે આ તમામ સમસ્યાના નિરાકરણ માટે દીપડાઓનું પાર્ક બનાવી તેમાં દીપડાને પુરી દેવામાં આવે તેવી માંગ છે. આ દીપડાના પાર્કમાં ભુંડ અને રોઝને પણ રાખવાથી દીપડાને શિકાર મળી રહેશે અને ખેડૂતોના ઉભા પાકને થતુ નુકશાન પણ ટળી શકશે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા કેન્દ્રીય વનમંત્રાલયને રજુઆત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-demand-for-congressional-legislators-to-set-up-a-park-to-catch-man-made-lampstands-064222-6174869-NOR.html

No comments:

Post a Comment