Tuesday, December 31, 2019

બાબરીયા ગામમાં બે સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી

  • મિજબાની માણી રાતભર બંને સિંહણે ગામમાં જ ધામા નાખ્યા 

Divyabhaskar.com

Dec 27, 2019, 03:33 PM IST
ગીરસોમનાથ: ગીરગઢડાના બાબરીયા ગામે ગત રાત્રે બે સિંહણ ઘૂસી આવી હતી. ગામમાં બાપા સિતારામના મંદિર પાસે એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. તેમજ રાતભર સિંહણોએ ગામમાં ધામા નાખ્યા હતા. આ દ્રશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઇલમાં કેદ વીડિયો વાઇરલ કર્યો છે.
ખાંભાની આનંદ સોસાયટીમાં બે દીપડાના ધામા
ખાંભાના આનંદ સોસાયટી 2માં આવેલા જલારામ મંદિર નજીક માલિકીના ખુલ્લા પ્લોટ આવેલા છે. આ પ્લોટમાં ચોમાસા દરમિયાન ઝાડી ઝાંખરા થઈ ગયા છે. ત્યારે આ ઝાડી ઝાંખરાની આડશ લઈ એક દીપડાએ ધામા નાખ્યા છે. દીપડા દ્વારા ગત રાત્રીના એક કૂતરી અને તેના 5 બચ્ચા ગલુડિયાને ફાડી ખાધા હતા. જ્યારે અહીં રહેતા રહીશ એવા શિક્ષક દંપતી વંદનાબેન ભરતભાઇ સોલંકી રહેણાંક મકાનની સામે જ આવેલા પ્લોટમાં દીપડો પડ્યો પાથર્યો રહે છે. ગતરાત્રીના ભરતભાઇ સોલંકી ઉપર દીપડાએ તરાપ મારી હતી. પરંતુ તેઓ બચી ગયા હતા. ત્યારે આ ઘટના બાદ આ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. તેના કારણે આજે વહેલી સવારે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
(જયેશ ગોંધિયા, ઉના/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-lioness-come-babariya-village-of-girgadhada-126392710.html

No comments:

Post a Comment