Tuesday, December 31, 2019

પાંચપીપળવા ગામના વાડી વિસ્તારમાંથી એક દીપડી અને 3 બચ્ચા પાંજરે પુરાયા

Divyabhaskar.com

Dec 18, 2019, 12:27 PM IST
કોડીનાર: કોડીનારના માલગામ-પાંચપીપળવા ગામના વાડી વિસ્તારમાંથી એક દીપડી અને 3 બચ્ચા વન વિભાગના પાંજરે પુરાયા છે. એક મહિના પહેલા આ વિસ્તારમાં દીપડાના માનવ પર ગંભીર હુમલાના બનાવો બાદ વન વિભાગે અહીં પાંજરા ગોઠવ્યા હતા. અહીં નીતિનભાઇ લક્ષ્મણભાઇ મોરીની વાડીએથી 5થી 7 વર્ષની દીપડી અને 3 બચ્ચા પાંજરે પુરાયા છે. આ દીપડી અને બચ્ચાંને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
જમનવાડા ગામેથી પણ દીપડી પાંજરે પુરાઇ
કોડીનારના જમનવાડા ગામે રહેતા જેશીંગભાઈ દાનાભાઈ ચાવડાનાં રહેણાંકી મકાન પાસે દીપડી આવી હતી. અને પશુનું મારણ કર્યુ હતું. જેથી લોકોએ વન વિભાગને જાણ કરતાં ફોરેસ્ટર આઇ.એમ. પઠાણ, મોરીભાઇ, મકવાણાભાઇ, ગોહીલભાઇ અને ટીનાભાઇ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને પાંજરૂ મુક્યું હતું. સોમવરે રાત્રીના આ દીપડી પાંજરે કેદ થઇ ગઇ હતી. અને જામવાડા એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી હતી.
અરણેજ ગામે દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો
કોડીનારના અરણેજ ગામમાં એક વર્ષની ઉંમર ધરાવતો દીપડો 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. વન વિભાગે રેસ્ક્યુ હાથ ધરી દીપડાને જીવિત બહાર કાઢ્યો હતો. બાદમાં જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો હતો.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/from-the-wadi-area-of-panchipalwa-village-a-deepi-and-3-cubs-were-found-in-the-cage-126321740.html

No comments:

Post a Comment