Tuesday, December 31, 2019

અમરાપુરમાંથી 1 વર્ષના સિંહબાળનો મૃતદેહ મળ્યો, ઇન્ફાઇટમાં મોત થયું હોવાનું અનુમાન

  • એનિમલ કેર ખાતે અગ્નિ સંસ્કાર કરાયાં

Divyabhaskar.com

Dec 30, 2019, 10:35 AM IST
માળિયાહાટીના: માળિયા પંથકનાં અમરાપુર ગામની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે મૃતદેહનો કબ્જો લઇ તપાસ હાથ ધરી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગામે અબાશભાઈ છગનભાઈ ભીમાણીની વાડીમાં એક વર્ષના સિંહ બાળનો મૃતદેહ પડ્યો હોવાની જાણ માળિયા વન વિભાગને કરવામાં આવી હતી. જેથી આરએફઓ મકવાણા સહિતનો સ્ટાફ અમરાપુર પહોંચી ગયો હતો. અને સિંહ બાળનાં મૃતદેહનો કબ્જો લઇ એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો હતો. બાદમાં અિગ્ન સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ સિંહ બાળનું મોત ઇન્ફાઇટમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સાચી હકિકત પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. તેમ આરએફઓએ જણાવ્યું હતું. હાલ વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/1-year-lion-cub-get-dead-body-in-amarapur-village-of-maliyahatina-126407124.html

No comments:

Post a Comment