Saturday, December 25, 2010

ગિરનારમાં સિંહોનું રક્ષણ કરતાં વન સ્ટાફ પાસે વાહનો પણ નથી.

Dec 25,2010
જૂનાગઢ, તા.૨૪
સરકાર દ્વારા ગિરનારના સિંહોના રક્ષણ માટે ખાસ કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. ગિરનાર અભયારણ્યમાં વસતા ૩૪ જેટલા સિંહાનું રક્ષણ કરતા સ્ટાફ પાસે અત્યારે એક પણ વ્યવસ્થિત ફોરવ્હિલ નથી. અરે
, ખુદ ટોના અધિકારી એવા મુખ્ય વનસંરક્ષક પણ ભાડાના વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષક પાસે અત્યારે સરકારી વાહનો છે. પરંતુ આ વાહનો એટલી જજરિત અવસ્થામાં છે કે, જંગલમાં ગમે ત્યારે બંધ પડી જાય છે.
  • અભયારણ્યમાં વસતા ૩૪ જેટલા સિંહો
  • ઈમરજન્સી માટેની ટ્રેકર્સ પાર્ટીઓ પણ વાહન વિહોણી !!
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનારના સિંહો હાલમાં છેક ગોંડલ અને ધોરાજી સુધી પહોંચિ રહ્યા છે. આ સિંહોના રક્ષણ માટે વનવિભાગ પુરતુ સજ્જ હોવું જરૃરી છે.  ગિરના સિંહો જંગલની બહાર આટલા લાંબા અંતર સુધી ખાસ નિકળતા નથી.
છતાં ત્યાં તમામ સુવિધા આપી દેવામાં આવી છે. બહાર નિકળતા સિંહો માટે આર.એફ.ઓ. દોડાદોડી કરતા હોય છે. ત્યારે ગિરનારની બન્ને રેન્જના આર.એફ.ઓ. પાસે તો વાહનો જ નથી. ઈમરજન્સીના સમયે મહત્વની એવી બે ટ્રેકર્સ પાર્ટીની રના પણ ગિરનારના સિંહો માટે કરવામાં આવી છે. પરંતુ આ ટ્રેકર્સ પાર્ટીઓ પાસે પણ કોઈ વાહનો નથી. વન્યપ્રાણી મુશ્કેલીમાં મૂકાય ત્યારે આ ટ્રેકર્સ પાર્ટીએ જ દોડીને સૌથી પહેલા પહોંવાનું હોય છે. જ્યારે બે માંથી એક પણ પાર્ટી પાસે વાહન નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249404

No comments:

Post a Comment